વ્હાલા મિત્રો, GIET રજૂ કરી રહ્યું છે, "પછી શું ?" કાવ્યનું નાટ્ય રૂપાંતરણ

  

Click here 

કવિ શ્રીપિંગળશીભાઈનું આ કાવ્ય જીવન ઉપયોગી ઉપદેશ આપી જાય છે. આશા છે કે તમે પણ થોડો સમય લઈ આ નાટ્ય રૂપાંતર ચોક્કસ નિહાળશો અને કવિ પિંગળના ઉપદેશને જીવનમાં ઊતરશો. આ કાવ્ય વિદ્યાર્થીને પણ મૂલ્ય શિક્ષણ આપવામાં ચોક્કસ મદદરૂપ થશે. 

*ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું ?*

*મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું ?*

*દુ:ખી વખતે નહિ દીધું પછી ખોટી દયાથી શું ?*

*સુકાયા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું ?*

*વિચાર્યું નહિ લઘુવયમાં પછી વિદ્યા ભણ્યાથી શું ?*

*જગતમાં કોઇ નવજાણે જનેતાના જણ્યાથી શું ?*

*સમય પર લાભ આપ્યો નહિ પછી તે ચાકરીથી શું ?* 

*મળ્યું નહિ દૂધ મહિષીનું, પછી બાંધી બાકરીથી શું ?*

*ના ખાધું કે ન ખવડાવ્યું દુ:ખી થઇને રળ્યાથી શું ?*

*કવિ પિંગળ કહે પૈસા મુઆ વખતે મળ્યાથી શું ?* 

*કવિ શ્રીપિંગળશીભાઈ*

Post a Comment

0 Comments