વ્હાલા મિત્રો, દરેક શાળા પરિવાર 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હસે, તમારી ઉજવણીમાં સહભાગી બનવા અને વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી GIET આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ આયોજીત કરી રહ્યું છે, જેમાં તમે google form Submit કરી ઓનલાઇન ભાગ લઈ શકશો.
1. એક પાત્રિય અભિનય
2. નાટક (ડ્રામા)
3. દેશભક્તિ ગીત
4. અભિનય ગીત
5. વક્તૃત્વ સ્પર્ધા
6. ચિત્ર સ્પર્ધા
7. Pyramid, Lezim, Dumbbells કવાયત
તમામ સ્પર્ધાનો વિષય આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર સેનાની તથા પ્રજાસત્તાક દિનને અનુરૂપ પસંદ કરવાનો રહેશે.
સ્પર્ધામાં રેકૉર્ડ કરેલ ગીત-સંગીત, કૉપિરાઇટ કે વિવાદાસ્પદ કન્ટેન્ટનો ઉપયોગ કરી શકાશે નહીં.
Google Form Submit કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી રહેશે.
0 Comments