વ્હાલા મિત્રો,

આપની શાળામાં એવા કેટલાયે બાળકો હશે જે એક ઘરેડની બહાર વિચારનારા હશે. એમની તર્કશક્તિ તીવ્ર હશે. આવા બાળકોને એક્સ્પોઝર મળે અને એમની ક્ષમતાની કસોટી થાય એ હેતુથી GCERT દ્વારા 'એક કદમ આગળ' કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આ સપ્તાહ ના પ્રશ્નો

https://gcert.gujarat.gov.in/gcert/resourcebank/ek-kadam-agad.htm

અહીં આપેલી લિંક ખોલી જવાબો આપવા માટે બાળકોને પ્રોત્સાહિત કરો. ખાસ તો શિક્ષકો એમાં જોડાય તેમ ઈચ્છું છું. મારી આપને ખાતરી છે કે તમને મજા પડશે.

તો આજે જ જોડાઓ.

Always Innovative

Team GCERT 

આ સાચે જ એક ઉત્તમ પ્રકલ્પ છે. GIET ના તમામ વિદ્યા વાહક મિત્રોને અપીલ છે કે આ અઠવાડિયામાં આ પ્રોજેક્ટમાં રેકોર્ડ બ્રેક એન્ટ્રી થાય એવું કરીએ. લોકો સુધી પહોંચશે તો તેજસ્વી વિદ્યાર્થીઓને લાભ થશે. વિદ્યા વાહકો એ ગ્રીષ્મોત્સવ સમયે પોતાની તાકાતનો પરિચય કરાવ્યો છે.તો હવે 'એક કદમ આગળ' ને પણ બાળ હિતાર્થે પ્રસરાવીએ.

હંમેશા આપની સાથે

Team GIET