*બાળદર્શન દિવસ 1*
શ્રી ગિજભાઈ બધેકાની ૧૩૯મી જન્મજયંતી નિમિત્તે GIET વિદ્યાદર્શન રજૂ કરી રહ્યું છે, *"બાળદર્શન"*
તારીખ 15 થી 30 નવેમ્બર 2024
1 *ખડબડ ખડબડ ખોદત હૈ*
શ્રી ગીજુભાઈ બધેકાની બાળવાર્તાનું રસપ્રદ નાટ્ય રૂપાંતરણ
2 *ઢીંગલી મારી બોલતી નથી*
શ્રી દક્ષિણામૂર્તિ મંદિરના નાના ભૂલકાઓ દ્વારા રજૂ થયેલ બાળ અભિનય ગીત
3 *સાપની રમત*
NEP 2020 બાળક પોતાના ગમતા વિષયો પસંદ કરે અને પ્રવૃત્તિ, પ્રયોગ અને હુન્નર દ્વારા શિક્ષણ મેળવે એના પર ભાર મૂકે છે. અહીં શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ મૂકવામાં આવેલ છે. બાળક કેવી રીતે રમતા રમતા શીખે છે તે જોઈએ..
4 *તારા બાળક સાથે રમ*
સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગિજુભાઈ બધેકાએ માતા-પિતા માટે આપેલો અચૂક મંત્ર : "માતા-પિતા બાળકોના મિત્રો બને", "કડક મા-બાપને બદલે પ્રેમાળ બને" અને " માતા-પિતા બાળક સાથે અંતર ન રાખે."
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ બાળકના શિક્ષણ અને સર્વાંગી વિકાસમાં માતા-પિતાની સક્રિય ભાગીદારી છે ત્યારે સૌ મિત્રોને વિનંતી છે કે આ વિડીયો બાળકના માતા-પિતા સુધી અવશ્ય પહોંચાડવો.
5 *દીવાદાંડી શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર*
શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર એટલે એવું સ્થાન જ્યાં શિક્ષણના શ્રેષ્ઠ પ્રયોગો થયાં. નાનાભાઈ,ગિજુભાઈ અને હરભાઈ જેવા કેળવણીકારો એક જ સમયે એક સાથે ગુજરાતને મળ્યા. વ્હાલા ગિજુબાપાએ દક્ષિણામૂર્તિ ની ટેકરી પરથી વિશ્વ આખાને બાળ કેળવણીના પાઠ શીખવ્યા એ દક્ષિણામૂર્તિ સાચે જ આપણાં સૌ માટે દીવાદાંડી છે. ગિજુભાઈ બાળકોની મૂછાળી મા બન્યા અને આપણને કેળવણીનો અર્થ સમજાવી ગયા.
૧૫મી નવેમ્બર એટલે બાલવાર્તા દિન અને આ જ દિવસે ટીમ GIET દ્વારા તૈયાર કરવામાં આવેલ documentary આપની સમક્ષ મૂકતાં હર્ષ અનુભવું છું.કારણકે આ મારી શાળાની વાત છે, આ આપણાં ગિજુભાઈ ની વાત છે.
આ પ્રસંગે દક્ષિણામૂર્તિના સંચાલકોનો આભાર વ્યક્ત કરું છું જેમણે આ documentary તૈયાર કરવામાં ટીમ GIET ને સહાય કરી.
ચાલો, માણીએ ગિજુબાપા ની કર્મભૂમિ દક્ષિણામૂર્તિ ની વાતો..
*બાળવાર્તા સ્પર્ધા અંતર્ગત વિડીયો અપલોડ કરવાની LINK* https://forms.gle/efWBBPTU2ghB2W8NA
વાર્તા લેખન અને અભિવ્યક્તિ સ્પર્ધાના નિયમો
૧. વાર્તા સ્વ-રચિત હોવી જોઈએ.
૨. વાર્તા અભિવ્યક્તિ માટે સમય ઓછામાં ઓછી ૨ અને વધુમાં વધુ ૧૦ મિનિટ રહેશે.
૩. વાર્તા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અથવા સંસ્કૃતમાં રજૂ કરી શકાશે.
૪. વિષયવસ્તુની પસંદગી ઉપરોક્ત વિષયના અનુસંધાને જ કરવાની રહેશે.
૫. વિષયવસ્તુ ૧૦ ગુણ. ભાષા શુદ્ધિના ૧૦ ગુણ, રજૂઆતના ૧૦ ગુણ હિાવભાવ, આરોહ-અવરોહ) એમ કુલ ૩૦ ગુણમાંથી ગુણાંકન કરવામાં આવશે.
૬. વાર્તા લેખન અને અભિવ્યક્તિ સ્પર્ધાનો વિડીયો કટ વિનાનો, સળંગ અને ઓરિજિનલ હોવો જોઈએ. કોઇપણ પ્રકારનું એડીટીંગ કરવું નહીં. તમારું અને શાળાનું નામ અહીંથી એડ કરવામાં આવશે.
૭. જાતિ, ધર્મ કે દેશની ટીકા-ટીપ્પણી હોય તેવો વિષય માન્ય રહેશે નહીં. અંગત ટીકા, બદનક્ષી કે ચરિત્ર ખંડન થતું હોય તેવી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
૮. વિદ્યાર્થી, શિક્ષક અને વાલી સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
ગૂગલ ફોર્મની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2024
*આખરી નિર્ણય GIETનો રહશે..
0 Comments